દેશ-વિદેશ
News of Saturday, 21st May 2022

જાપાનમાં સરકારી શાળામાં ધો.10અને 12ના વિદ્યાર્થીઓ છે અંગ્રેજી ધોરણમાં પાછળ

નવી દિલ્હી: એશિયાના સૌથી વિકસિત દેશ જાપાનની સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષાના જ્ઞાનમાં પાછળ છે. દાયકાઓ સુધી જાપાન અંગ્રેજી અનુવાદકો માટે પશ્વિમી દેશો પર નિર્ભર રહ્યું. જાપાનમાં ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓ અંગ્રેજી પ્રત્યે ઉત્સુક રહ્યા. આ વચ્ચે સરકારે 2018માં સ્કૂલોમાં અંગ્રેજી પર વિશેષ ભાર મૂક્યો. જાપાની શિક્ષણ મંત્રાલયના હાલના સરવેમાં અંગ્રેજીમાં કુશળતાને લઇને ચોંકાવનારા પરિણામો મળ્યા છે. સરવે અનુસાર ધો.10માં 47% વિદ્યાર્થીઓ જ વ્યાવહારિક અંગ્રેજીમાં પરીક્ષા પાસ કરીને પ્રમાણપત્ર મેળવી શક્યા છે. ધો.12ના માત્ર 46% વિદ્યાર્થીઓ જ અંગ્રેજી પરીક્ષા પાસ કરવા માટે લાયક છે. જાપાન સરકારે વર્ષ 2022 સુધી 50% વિદ્યાર્થીઓમાં અંગ્રેજીના બોલચાલમાં ઉપયોગનો લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું. 2018માં બનાવાયેલી યોજનામાં જાપાન સરકારને વૈશ્વિક સ્તરના કર્મચારીઓ તૈયાર કરવાની મંજૂરી કેબિનેટ દ્વારા મળી. મંજૂરી મળ્યા બાદ જાપાન સરકારે ઓછામાં ઓછા 50% વિદ્યાર્થીઓને યુરોપના માપદંડ અનુસાર અંગ્રેજીમાં નિપુણ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું.

 

(6:29 pm IST)