દેશ-વિદેશ
News of Friday, 21st August 2020

એક જ કાન સાથે જન્મેલી આ યુવતી કેવી રીતે માસ્ક પહેરે છે એ જોવા જેવું છે

૨૦ વર્ષની રાયસ યેબ્રો નામની આ મહિલાને એક કાન જ નથી. ગોલ્ડનહર સિન્ડ્રોમ નામની સમસ્યાને કારણે તે એક જ કાન સાથે જન્મી છે

મુંબઈ,તા.૨૧: કોરોનાના ચેપથી બચવા માટે માસ્ક પહેરવો ફરજિયાત બનાવાયું છે. જોકે જન્મથી જ એક કાન ધરાવતા લોકો માટે આ એટલું સરળ નથી. એક કાન સાથે જન્મેલી એક સ્ત્રીએ ચહેરા પર માસ્ક પહેરવાની નવી રીત અપનાવી છે. ૨૦ વર્ષની રાયસ યેબ્રો નામની આ મહિલાને એક કાન જ નથી. ગોલ્ડનહર સિન્ડ્રોમ નામની સમસ્યાને કારણે તે એક જ કાન સાથે જન્મી છે.

રાયસ રાયબ્રો તેના જમણા કાનથી સંપૂર્ણ બહેરી છે અને સાંભળવા માટે શ્રવણયંત્રનો ઉપયોગ કરે છે. જોકે કાન ન હોવાથી ચહેરો ઢાંકવા માસ્ક પહેરવામાં તકલીફ પડતી હોવા છતાં તે કોઈ બહાનું નથી કાઢતી. મિસૂરીની આ સ્ટુડન્ટે પોતે કઈ રીતે માસ્ક પહેરે છે એનો વિડિયો શેર કર્યો છે. તે પોતાની પાસે પોપસોકેટ રાખે છે. કાનની જગ્યાએ તે એ સોકેટ મૂકીને એના પર માસ્ક લટકાવી દે છે.

રાયસ રાયબ્રોએ કૃત્રિમ કાન પણ બનાવી રાખ્યો છે જે ઓરિજિનલ કાનની જગ્યાએ લગાવી દેવાય છે. જોકે રાયસનું માનવું છે કે પોપસોકેટ પહેરવામાં વધુ આરામદાયક હતા.

(3:53 pm IST)