News of Thursday, 21st October 2021
આ સ્નેક નહીં, કેક છે
મુંબઇ,તા. ૨૧: સોશ્યલ મીડિયામાં હાલમાં એક એવો વિડિયો વાઇરલ થયો છે, જે જોયા પછી નેટિઝન્સ કુતૂહલભરી મૂંઝવણમાં મુકાઈ જાય અને તેમણે શું જોયું એની ખાતરી કરવા માટે વારંવાર એ વિડિયો જુએ છે. ઇન્સ્ટાગ્રામ પર સાઇડસર્ફ નામની બેકરીના હેન્ડલ પરથી આ વિડિયો પોસ્ટ થયો છે, જેના પર નાનકડી કેપ્શનમાં એવું પણ લખ્યું છે કે ‘અમારા મિત્રો માટે વાસ્તવિક સર્પ-કેક.'
આ વિડિયોમાં એક એવી કેક બતાવવામાં આવી છે જેને જોતાં એ જીવતો સાચકલો સાપ હોય એવું જ લાગે. જયાં સુધી કોઈ એ કેકમાંથી કટકો કાપીને જુદો કરે નહીં ત્યાં સુધી તે કેક હોવાની કલ્પના પણ ન આવે. આ વિડિયો જોઈ નેટિઝન્સ આヘર્યમાં મુકાઈ ગયા છે અને બેકરની કારીગરીનાં ભરપૂર વખાણ કરી રહ્યા છે.)
(10:43 am IST)