દેશ-વિદેશ
News of Saturday, 21st November 2020

સુપરમાર્કેટમાં ખરીદી સમયે નહોતું પહેર્યું માસ્ક : મહિલાને ખાવી પડી જેલની હવા

માસ્ક ન પહેરનાર મહિલા અને વિડીયો ઉતારનાર બન્ને વચ્ચે થઈ રકઝક, અંતે મહિલાને ખાવી પડી જેલની હવા

ન્યુયોર્ક,તા. ૨૧: કોરોનાનો પ્રકોપ દિવસે ને દિવસે વધતો જ જાય છે પરંતુ એમાં કોઈ જ આશ્યર્યની વાત નથી કે આજે પણ તમને બજારમાં અને સુપરમાર્કેટમાં એવા અનેક લોકો જોવા મળશે. જેમણે માસ્ક નથી પહેર્યો. તેમને જોઈને ગુસ્સો પણ આવે છે કે ભઈ આવા લોકોના કારણે જ કોરોનાનું પ્રસરણ વધારે થવાની શકયતા છે. દિલ્હીમાં તો માસ્ક ન પહેરવા પર ૨૦૦૦ રૂપિયાના દંડની પણ જોગવાઈ છે. જોકે, અમેરિકાના Costco, Northern Californiaમાં એક સુપરમાર્કેટમાં મહિલાએ માસ્ક પહેર્યું નહોતું. પછી તો શું હતું? પોલીસ આવી અને મહિલાને હાથકડી પહેરાવીને ત્યાંથી લઈ ગઈ.

આ ઘટનાનો સમગ્ર વિડીયો પણ એક મહિલાએ રેડિટ પર શઙ્ખર કર્યો છે. આ વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે માસ્ક ન પહેરનાર મહિલા એવું કહેતા સંભળાય છે કે,'કોઇ કારણ વગર હું શોપિંગ શા માટે ન કરી શકું' જયારે વિડીયો બનાવનાર મહિલા તેને એવું પૂછે છે કે,લૃઊફ્રત્ન તમે વાયરસ વિશે સાંભળ્યું છે ખરાં?' આટલામાં તો માસ્ક પહેરનાર મહિલા ચીસો પાડે છે અને બોલે છે કે,'માસ્ક કોઈ જ કામનું નથી અને એક વર્ષ થઈ ચૂકયું છે. લોકો માસ્ક પહેરે છે છતાં બીમાર પડી રહ્યાં છે.' ત્યારે જ વિડીયો શૂટિંગ કરનાર મહિલા તેને કહે છે કે,'તેવું એટલા માટે કે તેઓ માસ્ક નથી પહેરતાં.'

ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, મહિલાની પોલીસે ધરપકડ કરી. પછી તેઓ મહિલાને બહાર લઈ જતા જોવા મળ્યા હતાં. તેમણે મહિલાને હાથકડી પહેરાવી હતી. જોકે, પોલીસે મહિલા પર ચોરીનો આરોપ લગાવ્યો હતો. કારણકે તેમણે સુપરમાર્કેટના કર્મચારીનો ફોન છીનવી લીધો હતો. જોકે, તેણે પરત પણ કર્યો હતો. હાલ તો મહિલાના નામની જાણકારી પોલીસે આપી નથી. એટલા માટે જ દરેકને વિનંતી છે કે માસ્ક જરુર પહેરો અને પોતાનું તેમજ પરિવારનું ધ્યાન રાખો.

(9:37 am IST)