દેશ-વિદેશ
News of Monday, 21st November 2022

ઓએમજી....આ દેશમાં વેચાઈ રહ્યું છે આટલું સસ્તી કિંમતે પેટ્રોલ

નવી દિલ્હી: ભારતમાં પેટ્રોલની કિંમતોએ લોકોનું બજેટ ખોરવી દીધુ છે. દેશના અમુક શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લિટરના આંકડાથી પાર નીકળી ચૂકી છે. ભારત સિવાય પણ અમુક દેશોમાં પેટ્રોલની કિંમતો આસમાને પહોંચી ગઈ છે પરંતુ દુનિયામાં અમુક દેશ એવા પણ છે જ્યાં પાણીના ભાવ કરતાંય ઓછા ભાવે પેટ્રોલ વેચાઈ રહ્યુ છે. એક દેશમાં તો પેટ્રોલની કિંમત ભારતમાં વેચાતી માચિસની ડબ્બીની કિંમતના બરાબર છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલનો ભાવ 87 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યો છે. અમેરિકી ક્રૂડ પણ 80 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયુ છે. બીજી તરફ અમેરિકી ક્રૂડ પણ 80 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયુ છે. અમેરિકાના પાડોશી દેશ વેનેઝુએલામાં કાચા તેલનો વિશાળ ભંડાર છે. પેટ્રોલ 2 રૂપિયા લિટરથી પણ ઓછા ભાવે વેચાઈ રહ્યુ છે. દુનિયામાં સૌથી સસ્તુ પેટ્રોલ હાલ વેનેઝુએલામાં જ વેચાઈ રહ્યુ છે. જે બાદ લિબિયા, ઈરાન, અંગોલા, અલ્જીરિયા અને કુવૈતમાં સૌથી સસ્તુ પેટ્રોલ મળી રહ્યુ છે. લિબિયામાં પેટ્રોલ 2.54 રૂપિયા પ્રતિ લિટરના ભાવે મળી રહ્યુ છે.

(6:16 pm IST)