દેશ-વિદેશ
News of Thursday, 22nd April 2021

ઇંડોનેશિયામાં 53 લોકોને લઈને જઈ રહેલ સબમરીન અચાનક ગૂમ થઇ જતા શોધખોળ હાથ ધરવામાં આવી

નવી દિલ્હી: ઇન્ડોનેશિયામાં એક સબમરીન ગુમ થઇ ગઇ છે. જેમાં 53 લોકો સવાર હતા. ઇન્ડોનેશિયાની સેનાએ બુધવારે જણાવ્યું કે બાલી ટાપુની પાસે આ સબમરીન ગુમ થઇ છે. જેની શોધખોળ માટે ઇન્ડોનેશિયાની નેવી કામે લાગી છે. ઇન્ડોનેશિયાના સેના પ્રમુખે જણાવ્યું કે આ સબમરીન બુધવારે એક તાલીમ અભિયાનમાં ભાગ લઇ રહી હતી. ત્યારે તે ગુમ થઇ ગઇ. તેમણે કહ્યું કે આ સબમરીન બાલીના ઉત્તરમાં આશરે 95 કિલોમીટર દૂર પાણીમાં ગાયબ થઇ છે. ઘણા જહાજ સબમરીનની શોધખોળ કરી રહ્યા છે. આ ઉપરાંત સિંગાપોર અને ઓસ્ટ્રેલિયાની પણ મદદ માંગવામાં આવી છે. સ્થાનિક મીડિયા મુજબ નેવીનું માનવું છે કે સબમરીન સમુદ્ર સપાટીમાં 700ની ઉંડાઇ ડૂબી ગઇ છે. હજુ તે વાતની જાણકારી નથી કે કઇ રીતે તે ગાયબ થઇ. ઇન્ડોનેશિયાની સેના મુજબ એક હેલિકોપ્ટરને તે સ્થળે ઓઇલ ફેલાયેલું જોવા મળ્યું કે જ્યાં સમુદ્રમાં આ સબમરીન પાણીની અંદર ગઇ હતી. સબમરીનમાં ચાલક દળના 40 સભ્ય હતા. આ ઉપરાંત તેના કમાન્ડર અને ત્રણ ગનર્સ હતા. જર્મની નિર્મિત આ સબમરીન 1981થી ઇન્ડોનેશિયન નેવીમાં કાર્યરત છે.

(6:41 pm IST)