દેશ-વિદેશ
News of Thursday, 22nd April 2021

રશિયાના આ શહેરમાં ઉનાળામાં રહે છે માત્ર 16 ડિગ્રી તાપમાન

નવી દિલ્હી: ભારતમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં ૪૫ ડિગ્રી તાપમાન સામાન્ય થઇ ગયું છે ત્યારે એ જાણીને નવાઇ લાગશે કે રશિયાના યાકુત્સ્ક નામના શહેરનું વાર્ષિક તાપમાન -૩૫ ડિગ્રી રહે છે.આ શહેર આર્કેટિક રેખાથી ૪૫૦ કિમી દૂર દક્ષિણ બાજુ લેના નદી પાસે વસેલું છે. ૨ લાખ ૭૦ હજારની વસ્તી ધરાવતા આ શહેરમાં ૧૨ મે થી ૧૦ સપ્ટેમ્બર સુધીના સમયને સમર ગણવામાં આવે છે તે દરમિયાન પણ તાપમાન ૧૨ ડિગ્રી જેટલું રહે છે. આમ યાકૂત્સ્ક શહેરના લોકો ગરમીના લીધે પરસેવે રેબઝેબ થવું પડતું નથી. ૧૭ જુલાઇ આસપાસ આ શહેરનું તાપમાન ૨૦ ડિગ્રી થાય છે ત્યાર બાદ તાપમાનનો પારો ખાસ ઉંચો જતો નથી. આથી ઉનાળા દરમિયાનના સરેરાશ તાપમાનનું માપ કાઢવામાં આવે તો ૧૬ ડિગ્રીથી વધારે થતું નથી. એટલે કે એસીની મહંતમ કુલિંગ કેપેસિટી જેટલું સરેરાશ ઉનાળાનું તાપમાન રહે છે.જયારે શિયાળાનો સમયગાળો ૧ નવેમ્બરથી ૧ લી માર્ચ સુધીનો ગણાય છે.આ દરમિયાન તાપમાન ઘટીને -૨૩ ડિગ્રી જેટલું રહે છે.૧૩ જાન્યુઆરી આસપાસનો દિવસ સૌથી ઠંડો દિવસ ગણાય છે.જેમાં સામાન્ય તાપમાન -૩૬ ડિગ્રી જયારે ન્યુનતમ તાપમાન -૪૧ ડિગ્રી રહે છે.

(6:42 pm IST)