દેશ-વિદેશ
News of Tuesday, 22nd June 2021

તુર્કીમાં પાકિસ્તાને જેએફ-17 પ્રકારના લડાકુ વિમાનોને યુદ્ધાભ્યાસ માટે મોકલ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: યુસેના લશ્કરી કવાયત કરી રહી છે. તુર્કીમાં પાકિસ્તાને જેએફ-17 પ્રકારના લડાકુ વિમાનોને યુદ્ધાભ્યાસ માટે મોકલ્યા છે. ભારતે આ ઘટનાથી ચેતવા જેવું છે.

તુર્કીમાં એન્ટોલિયન ઈગલ 2021 નામથી યુદ્ધાભ્યાસ ચાલી રહ્યો છે. એમાં કતારના 4 રફાલ લડાકુ વિમાનો ભાગ લઈ રહ્યા છે. અઝરબેજાનના બે મિગ-29 વિમાનો પણ એ લશ્કરી કવાયતમાં સામેલ થયા છે. પાકિસ્તાને પાંચ અમેરિકન બનાવટના જેએફ-17 લડાકુ વિમાનોને આ લશ્કરી કવાયતમાં મોકલ્યા છે.

તુર્કીમાં આ બધા જ દેશોના લડાકુ વિમાનો સંયુક્ત રીતે લશ્કરી કવાયત હાથ ધરી રહ્યા છે. પાકિસ્તાનના જેએફ-17 પ્રકારના લડાકુ વિમાનોએ ખાસ રફાલ અને મિગ-29 પ્રકારના વિમાનોને હંફાવવા માટે લશ્કરી કવાયત કરી હતી. ભારતના લડાકુ વિમાનોને કેવી રીતે હંફાવી શકાય - તે માટેનો અભ્યાસ પાકિસ્તાની વાયુસેનાએ કતાર અને અઝરબેજાનના એવા જ વિમાનો સાથે કર્યો હતો.

(6:09 pm IST)