બ્રિટનની એક મહિલાએ કર્યો વિચિત્ર દાવો
નવી દિલ્હી: બ્રિટનની એક મહિલાએ વિચિત્ર દાવો કર્યો હતો. બ્રિટિશ મહિલા અબ્બી બેલાએ કહ્યું હતું કે તેને એડ્રોમેડા ગેલેક્સીમાંથી આવેલા એક પરગ્રહવાસી સાથે પહેલી નજરનો પ્રેમ થઈ ગયો છે! લંડનમાં રહેતી અબ્બી બેલાએ દાવો કર્યો હતો કે તેણે થોડા સમય પહેલાં સોશિયલ મીડિયામાં રમૂજ કરી હતી કે હું ઈચ્છું છે એલિયન્સ મારું અપહરણ કરી લે. એ રમૂજના થોડા સમય પછી મને સપનામાં વિચિત્ર રોશની દેખાતી હતી અને મને કહેવાયું હતું કે કોઈ સાધારણ જગ્યાએ મારી રાહ જોજે. તે પછી એક દિવસ એ મહિલા તેના બેડરૂમની બારી પાસે બેઠી હતી ત્યારે એક યુએફઓમાંથી ગ્રીન લાઈટનો શેરડો પડયો હતો અને એમાં એ ખેંચાઈ ગઈ હતી. એ મહિલાના દાવા પ્રમાણે તે યુએફઓમાં પહોંચી ગઈ હતી. એમાં પાંચ એલિયન્સ હતા. એક એલિયન્સ માણસો જેવો દેખાતો હતો. જોકે, તે ખૂબ જ લાંબાં અને પાતળાં હતાં. માણસો જેવા દેખાતા એલિયન્સે તેની સાથે વાત કરી હતી. તેને એડ્રોમેડા ગેલેક્સીમાં આવવાનું પૂછ્યું હતું, પણ મહિલાએ કોઈ જ જવાબ આપ્યો ન હતો.