દેશ-વિદેશ
News of Saturday, 23rd January 2021

અહીં નવવધૂનું વેચાણ કાયદેસર છે

બલ્ગેરિયાનું અનોખુ બજાર : જ્યાં લોકો સામાન નહિ દુલ્હન ખરીદવા આવે છે

બાલ્ગેરિયા તા. ૨૩ : સમગ્ર વિશ્વમાં વિવિધ પ્રકારના બજારો છે. આપણા દેશમાં પણ દરેક નાના મોટા શહેરમાં માર્કેટિંગ કરવાનું વલણ છે. આમાંના કેટલાક બજારો અઠવાડિયા કે ૧૫ દિવસમાં એક વખત થાય છે. ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અન્ય દેશોમાં પણ જોવા મળે છે જયાં લોકો તેમના રોજિંદા અને આવશ્યક ચીજોની ખરીદી કરે છે. પરંતુ આજે અમે તમને એક એવા બજાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે આજ સુધી સાંભળ્યું નહીં હોય.

કારણ કે આ બજાર દુલ્હનના વેચાણ માટે પ્રખ્યાત છે. જયાં લોકો તેમની પસંદની કન્યા ખરીદવા આવે છે. આ ગેરકાયદેસર કૃત્ય નથી, પરંતુ તે એકદમ કાયદેસર છે. યુરોપિયન દેશ બલ્ગેરિયામાંનું એક બજાર ફકત દુલ્હનનાઓના વેચાણ માટે પ્રખ્યાત છે. જયાં નવવધૂનું વેચાણ કાયદેસર માનવામાં આવે છે. બલ્ગેરિયાની દુલ્હન માર્કેટ દર ત્રણ વર્ષમાં એક વાર સ્ટારારા જાગોર નામના સ્થળે આવે છે.

અહીં આવીને, વરરાજા તેની પસંદની કન્યા ખરીદી શકે છે અને તેને તેની પત્ની બનાવી શકે છે. ખરેખર, આ બજાર આવા ગરીબ પરિવારો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે, જેમના આર્થિક સંજોગો એવા નથી કે તેઓ પુત્રીના લગ્ન કરાવી શકે. આ બજારમાં લગભગ દરેક ઉંમરની છોકરીઓ અને  સ્ત્રીઓ સામેલ હોય છે.

મોટે ભાગે, છોકરો અને તેનો પરિવાર પણ આ બજારમાં કન્યા ખરીદવા આવે છે. વરરાજા પહેલા તેની પ્રિય છોકરીની પસંદગી કરે છે અને ત્યારબાદ તેની સાથે વાત કરવાની તક આપવામાં આવે છે. જયારે છોકરી તેને પસંદ કરે છે, ત્યારે તે તેની પત્નીને સ્વીકારે છે.

દુલ્હન ખરીદવાનો આ ટ્રેન્ડ ગરીબ પરિવારોમાં ઘણી પેઢીઓઓથી ચાલે છે. આ રીતે દુલ્હનની ખરીદી પર કોઈ કાનૂની પ્રતિબંધ નથી. આ બજાર બલ્ગેરિયાના કાલિઇદઝિ સમુદાય દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે. આ જ કારણ છે કે આ સમુદાય સિવાય કોઈ બહારનો વ્યકિત અહીંથી કન્યા ખરીદી શકશે નહીં.

(10:12 am IST)