દેશ-વિદેશ
News of Monday, 23rd January 2023

માછલી ખાતા લોકો થઇ જજો સાવધાન:થઇ શકે છે આ ગંભીર બીમારી

નવી દિલ્હી: અમુક માંસાહારી લોકો માછલીઓના ખૂબ શોખીન હોય છે. માછલીમાં અમુક પ્રકારના પોષક તત્વ હોય છે. પોતાના મિત્રો સાથે પાર્ટીથી લઈને પિકનિક સુધી લોકોનું મનગમતુ માંસાહાર માછલી હોય છે પરંતુ માછલી ખાતા લોકો માટે એક ચિંતાજનક જાણકારી સામે આવે છે. તાજેતરમાં જ એક રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે હવે માછલીઓ પણ ઝેરીલી થવા લાગી છે. સ્ટડીમાં સામે આવ્યુ છે કે અમેરિકાના સરોવર અને નદીઓનું પાણી એટલુ પ્રદૂષિત થઈ ચૂક્યુ છે કે માછલીઓ પણ હવે ઝેરીલી થઈ ગઈ છે. સ્ટડીમાં સામે આવ્યુ છેકે માછલીઓમાં જોખમી રીતે PFAS જોવા મળે છે. આને પર-એન્ડ-પોલિફ્લોરોઅલ્કાઈલ-સબ્સટેન્સ કહે છે. જેનો ઉપયોગ 1950ના દાયકાથી વ્યાપક ઉત્પાદનોને નોનસ્ટિક અને ડાઘ, પાણી અને ગ્રીસના નુકસાન સામે પ્રતિરોધક બનાવવા માટે કરવામાં આવે છે. આ માનવ નિર્મિત રસાયણ છે. તેનો ઉપયોગ નોનસ્ટિક કુકવેર, ડાઘ પ્રતિરોધક કપડા, સૌંદર્ય પ્રસાધન વગેરેમાં કરવામાં આવે છે. ઘણા બધા અભ્યાસમાં આના જોખમ વિશે જણાવવામાં આવ્યુ છે.

(7:48 pm IST)