દેશ-વિદેશ
News of Monday, 23rd January 2023

ઓએમજી.....આ મહિલાની વય છે 115 વર્ષ

નવી દિલ્હી: ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવવા માટે ભલભલાં લોકોએ મરણિયા પ્રયાસો કરવા પડે છે પણ સ્પેનની મારિયા બ્રેનયાસ મોરેરાને ફક્ત જીવીત રહેવા માટે આ પ્રતિષ્ઠિત રેકોર્ડ બુકમાં સ્થાન મળ્યું છે. મોરેરાનું નામ દુનિયાના સૌથી વધુ વય ધરાવતી વ્યક્તિ તરીકે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરાયું છે. 2019માં આવેલી કોરોના મહામારીના સમયે એ વાતનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવતો હતો કે 100 વર્ષ પહેલાં 1918માં ફ્લૂની જેમ આ પ્રકારની જ એક મહામારી આવી હતી અને મોરેરા તેની પણ સાક્ષી રહ્યા છે. તેમણે બંને વિશ્વયુદ્ધ અને સ્પેનનું ગૃહયુદ્ધ પણ જોયું છે અને 2019માં કોવિડને સફળતાપૂર્વક હરાવી ચૂકી છે. મોરેરાનો જન્મ 4 માર્ચ 1907ના રોજ અમેરિકાના કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કોમાં થયો હતો. મોરેરાના તમામ દસ્તાવેજો ચકાસ્યા બાદ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેમનું નામ સામેલ કરાયું હતું. તેમને દુનિયાની સૌથી વધુ વય ધરાવતી મહિલા અને સૌથી વધુ વય સુધી જીવિત રહેનાર વ્યક્તિ જાહેર કરાઈ હતી.

(7:49 pm IST)