દેશ-વિદેશ
News of Tuesday, 23rd February 2021

અમેરિકાના સેન ફ્રાન્સિસ્કોમાં બની અજીબો ગરીબ ઘટના:6 બેડરૂમ વાળા એક આલીશાન બંગલાને એક જગ્યાએ બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યો

નવી દિલ્હી: સામાન્ય રીતે લોકો એક ઘરમાંથી બીજા ઘરમાં રહેવા માટે શિફ્ટ થતા હોય છે પણ અમેરિકામના સેન ફ્રાન્સિસ્કોમાં બનેલી એક અજીબો ગરીબ ઘટનામાં 50000 સ્કવેર ફૂટનો એક આલિશાન વિલા જ ટ્રક પર એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યો હતો. 139 વર્ષ જુના આ આલિશાન બંગલો બે માળનો છે અને તેમાં 6 બેડરુમ છે.અગાઉ આ બંગલો સેન ફ્રાન્સિસ્કોની ફ્રેન્કલિન સ્ટ્રીટ પર હતો અને હવે તેને બીજી જગ્યાએ લઈ જવાઈ રહ્યો છે. ઈમારતને શિફ્ટ કરવા માટે અલગ અલગ 15 એજન્સીઓની મદદ લેવામાં આવી હતી.બંગલાને પહેલા તો કાળજીપૂર્વ ઉઠાવીને ટ્રક પર ગોઠવવામાં આવ્યુ હતુ અને આ વિરાટ કાય ટ્રકને કલાકના 1.63 કિલોમીટરની ઝડપથી ચલાવવામાં આવ્યો હતો. મકાનને શિફ્ટ કરવા માટેનો ખર્ચ 3 કરોડ રુપિયા થયો હતો.

લગભગ 6 કલાક બાદ ટ્રક બંગલાને લઈને અન્ય સ્થળે પહોંચ્યો હતો.જોકે બે માળના આલિશાન વિલાની ઉંચાઈ એટલી હતી કે રસ્તામાં કેટલીક જગ્યાએ ઝાડની ડાળો કાપી પડી હતી.

(5:33 pm IST)