મિઝોરમમાં સૌથી વધારે બાળકો ધરાવનાર માતા-પિતાને એક લાખ રોકડા આપવાની એક મંત્રીની જાહેરાત
નવી દિલ્હી: એકતરફ દેશમાં જનસંખ્યા પર નિયંત્રણ લાવવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે બીજી તરફ મિઝોરમમાં એક મંત્રીએ પોતાના વિધાનસભા મતવિસ્તારમાં સૌથી વધારે બાળકો ધરાવતાં માતા-પિતા માટે રૂપિયા એક લાખ રોકડા પ્રોત્સાહક ઇનામ આપવાની જાહેરાત કરી છે. તેમના આ પગલાંનો ઉદ્દેશ ઓછી વસતી ધરાવતાં મિજો સમુદાયને પરિવાર વધારવા પ્રોત્સહન આપવાનો છે. જો કે આ જાહેરાત કરનારા મિઝોરમના રમત-ગમત મંત્રી રોબર્ટ રોમાવિયા રોય તેઓ બાળકોની ઓછામાં ઓછી સંખ્યાનો ઉલ્લેખ કર્યેા નથી.
આ મંત્રીની જાહેરાત એવા સમયે આવી છે કે યારે દેશના ઘણા વસતી નિયંત્રણનું સમર્થન કરી રહ્યા છે. રવિવારે ફાધર્સ ડેના અવસર પર મંત્રીએ જાહેરાત કરી હતી કે તેઓ આઈઝોલ ર્પૂવિય-૨ વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધારે સંતાન ધરાવતાં પુષ કે મહિલાને . એક લાખ રોકડાનું ઇનામ આપશે. તેમણે ઉમેયુ હતું કે એવી વ્યકિતને એક પ્રમાણપત્ર અને ટ્રોફી પણ આપવામાં આવશે. અહેવાલો અનુસાર આ ખર્ચ રમત-ગમત મંત્રી રોબર્ટ રોમાવિયા રોય તેનો પુત્ર અને તેની કન્સ્ટ્રકશન કન્સલ્ટન્સી કંપની ઉપાડશે. મંત્રીએ ઉમેયુ હતું કે મિઝો જનસુમદાયમાં વૃદ્ધિનો દર ઘણો નીચો છે જે ગંભીર ચિંતાનો વિષય છે.