દેશ-વિદેશ
News of Thursday, 23rd September 2021

૧૦૦ કિલોનો ૨૯ ફૂટ લાંબો અજગર

ઇન્ડોનેશિયામાં પલાલાવેન ખાતેના એક ગામમાંથી વન-અધિકારીઓને ૧૦૦ કિલો વજનનો ૯ મીટર (૨૯ ફુટ) લાંબો અજગર મળી આવ્યો હતો. આ અજગર રહેણાક વિસ્તારમાંથી મળ્યો હોવાથી તેમણે એને કબજામાં લઈ પછીથી નજીકના જંગલમાં છોડી દીધો હતો. થોડા દિવસ પહેલાં વડોદરા જિલ્લામાં એક નદીકિનારે ૧૧ ફુટ લાંબો અજગર એક વાંદરાને ગળી ગયો હતો. દોઢ વર્ષ પહેલાં તામિલનાડુના એક ગામમાં વન-અધિકારીઓને ૧૨ ફુટ લાંબો કિંગ કોબ્રા મળ્યો હતો.

(2:55 pm IST)