દેશ-વિદેશ
News of Monday, 23rd November 2020

આ લક્ષણો ધરાવતા લોકોથી ચેતીને રહેજો: થઇ શકે છે કોરોના વાયરસ

નવી દિલ્હી: કોરોના મહામારીએ ફરી એકવાર ગુજરાતમાં ભરડો લીધો છે. આપણી પાસે હાલ તો આની કોઇ ચોક્કસ દવા નથી કે વેક્સિન પણ આવી નથી. એટલે તેનો ઉપાય છે પોતાની જાતને બચાવી રાખવાની છે. હાથ ધોવાના, માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવાનું અને પોતાના આરોગ્યની કાળજી રાખવાની. બધું કરવા છતાં પણ ઘણા લોકો કોરોના સંક્રમણનો ભોગ બની જતા હોય છે પરંતુ જો તરત તબીબી સલાહ અને ઉપચાર શરૂ થઇ જાય તો મોટી મુશ્કેલીમાંથી ઉગરી જવાય છે. પરંતુ આપણને ખબર નથી પડતી કે કોણ લોકો કોરોનાનો ચેપ વધુ ફેલાવી શકે અને કોણ ઓછો.

          જોકે, હાલમાં એક સંશોધનમાં બહાર આવ્યું છે કે ચોક્કસ લક્ષણો ધરાવતા લોકો કોરોનાના સુપર સ્પ્રેડર હોય છે. University of Central Florida દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં જણાવાયું છે કે કોરોનાનું સંક્રમણ એવા લોકો ફેલાવે છે જે પોતે વાયરસનો લોડ ધરાવે છે. આમ તો ઘણા બધા લોકો વાયરસ લઇને ફરતા હોય છે પરંતુ બધા લોકો મોટા પ્રમાણમાં સંક્રમણ ફેલાવતા નથી પરંતુ અમુક ચોક્કસ લોકોથી વધુ ફેલાય છે. તો જાણો કે કેવા લોકો વધુ સંક્રમણ ફેલાવી શકે..

(5:19 pm IST)