દેશ-વિદેશ
News of Sunday, 23rd January 2022

દુબઇ ૭૨૦ ફુટની ઊંચાઈએ પર વોકઅવે ગ્લાસ સ્લાઇડનો રોમાંચક અનુભવ કરવા જેવો : દુનિયાભરના પ્રવાસી થશે આકર્ષિત

દુબઈ ટાવરના ટોચ પર સ્કાય વ્યુ દુબઈની શરૂઆત કરવામાં આવી છે, જેમાં ગ્લાસનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે

દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષવા માટે દુબઈમાં નવા-નવા રસ્તા સતત શોધવામાં આવે  છે. તાજેતરમાં દુબઈ ટાવરના ટોચ પર સ્કાય વ્યુ દુબઈની શરૂઆત કરવામાં આવી છે, જેમાં ગ્લાસનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ જમીનથી ૭૨૦  ફુટ (૨૧૯.૫ મીટર)ની ઊંચાઈએ ગ્લાસ વૉકઅવે, ગ્લાસ સ્લાઇડ તેમ જ એક દોરીની મદદથી હવામાં અધ્ધર લટકવાનો અનુભવ તેમ જ ખુલ્લી પાળી પર ચાલવાનો રોમાંચક અનુભવ મેળવી શકે છે. અહીં સુધી પહોંચવા માટેની લિફ્ટ પણ ગ્લાસની જ બનેલી છે. 

રિયલ એસ્ટેટ ડેવલપર એમાર દ્વારા ટ્વિન ટાવરના બાવન અને ત્રેપનમા માળ પર આ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીથી પ્રવાસી બુર્જ ખલીફા, ડાઉનટાઉન દુબઈ અને શેખ ઝાયેદ રોડને જોઈ શકે છે. ગ્લાસ વૉકઅવે ૪૬ મીટર લાંબો છે જે બે ટાવરને જોડે છે. ગ્લાસની નીચે સ્ટીલના બીમ પણ છે. પ્રવાસીઓને ગ્લાસ સ્લાઇડની મદદથી ૫૩થી ૫૨મા માળે લઈ જવામાં આવે છે, જે પરિવાર માટે મજાનો અનુભવ રહે છે. સૌથી પડકારજનક સ્કાય વ્યુ એ જ વૉક છે જેમાં પ્રવાસીઓ બિલ્ડિંની પાળ પર ચાલે છે જેમાં ફરતે કોઈ કાચ નથી. માત્ર તેમની સાથે એક દોરડું બાંધેલું હોય છે, જેની મદદથી તેઓ ચારે તરફ જોઈ શકે છે.

(3:13 pm IST)