દેશ-વિદેશ
News of Monday, 24th January 2022

સર્જરી બાદ મહિલાનાં હોઠની થઇ આવી દુર્દશાઃ ચહેરો વિકૃત

પ્લાસ્ટિક સર્જરીની અવળી અસર થઇ

નવી દિલ્હી, તા.૨૪ : દુનિયાભરમાંથી દ્યણા ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં જ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જેના વિશે જાણીને તમારા હોશ ઉડી જશે. જણાવી દઇએ કે, આ મામલો પ્લાસ્ટિક સર્જરી સાથે જોડાયેલો કહેવાય છે. જી હા, લોકો પ્લાસ્ટિક સર્જરી દ્વારા પોતાના ચહેરાને સુંદર બનાવવા માંગે છે અને તેને અલગ Look આપવા માંગે છે. આ કારણે આખી દુનિયામાં આવી સર્જરી થતી રહે છે અને મોટા સ્ટાર્સે પણ આવી દ્યણી સર્જરી કરાવી છે. જો કે, કેટલીકવાર આ સર્જરી હાનિકારક બની જાય છે અને ચહેરો વિકૃત કરે છે.

હવે તાજેતરમાં જ કંઈક આવું જ બન્યું છે. આ કિસ્સામાં, એક મહિલાએ તેના હોઠની સર્જરી કરાવી હતી, પરંતુ તેના કારણે તેના હોઠ ખરાબ સ્થિતિમાં હતા. જણાવી દઇએ કે, એક પ્રખ્યાત વેબસાઈટનાં રિપોર્ટ અનુસાર, મહિલાનું નામ રૃબી છે અને તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે પોતાના હોઠની હાલત જણાવી છે. જણાવી દઇએ કે, તેણે વીડિયોમાં કેટલીક તસવીરો પણ શેર કરી છે, જેમાં તેના હોઠ સૂજી ગયેલા જોવા મળે છે અને તેના ગાલ પણ ફૂલેલા દેખાઈ રહ્યા છે. આ સાથે મહિલાએ વીડિયોમાં એ પણ જણાવ્યું છે કે તેના હોઠની આ સ્થિતિ કેવી રીતે થઈ. તમે જોઈ શકો છો કે રૃબીએ કહ્યું કે તેણીએ અગાઉ લિપ ફિલર સર્જરી કરાવી હતી.

જણાવી દઇએ કે, આમાં હોઠને નવો ન્ંત્ત્ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં તેને નવો ન્ંંત્ત્ મળ્યો હતો, પરંતુ બાદમાં તેનું મન બદલાઈ ગયું અને તેણે ફરીથી તેના અસલ આકારનાં હોઠ મેળવવાનું નક્કી કર્યું અને આ માટે તેણે ડિઝોલ્વ ફિલર સર્જરી કરાવવાનું વિચાર્યું. આપને જણાવી દઇએ કે, ડિઝોલ્વ ફિલર સર્જરીનું ફાયદો એ થાય છે કે, તેમા સર્જરી મારફતે હોઠનાં જુના આકારમાં બદલી નાખવામાં આવે છે. જો કે, રૃબીની સાથે ઉલટું થયું અને તુરંત જ તેણે ડેઝોલ્વ ફિલરની સર્જરી કરાવી હતી, તેના હોઠ ખરાબ રીતે ફૂલી ગયા. હવે તેના ફોટા સોશિયલ સાઈટ પર ચર્ચામાં છે.

(10:22 am IST)