દેશ-વિદેશ
News of Monday, 24th January 2022

૭૦ ફુટ ઊંચા ઝૂલામાં સૂવાનો અનુભવ

બે ખડકની વચ્‍ચે એક ઝૂલો

સીડની, તા.૨૪: આ ભાઈ-બહેને જમીનથી ૭૦ ફુટ ઊંચા ઝૂલામાં સૂવાનો અનુભવ લીધો છે. ઓસ્‍ટ્રેલિયાની ૧૯ વર્ષની ઓરિયાના અને ૨૩ વર્ષનો તેનો મોટો ભાઈ સેમ સિમોન્‍સ તાજેતરમાં ન્‍યુ સાઉથ વેલ્‍સની ટ્રિપ પર ગયાં હતાં, જયાં તેમણે બે ખડકની વચ્‍ચે એક ઝૂલો બનાવ્‍યો હતો. વળી સેમ પહેલી વખત આ ઝૂલા પર સૂવાનો આનંદ પણ માણ્‍યો. તેના મતે તે તેના જીવનની શ્રેષ્ઠ ઊંદ્ય હતી. ભાઈ-બહેન ઉનાળાની રજામાં ન્‍યુ સાઉથ વેલ્‍સના કિનારે મુસાફરી કરી રહ્યાં હતાં એ દરમ્‍યાન આ સ્‍થળે આવી પહોંચ્‍યાં હતાં. સેમ દ્યણા સમયથી આવું કંઈક અલગ કરવાનો વિચાર કરતો હતો, જેમાં તેને આ ખડક મળી ગયો હતો. ઝૂલામાં જોકે તે આળોટવાનો પ્રયાસ કરત તો ૭૦ ફુટ નીચે પડી શકે એવી શક્‍યતા હતી.

 

(3:09 pm IST)