News of Thursday, 23rd June 2022
પતિના મૃત્યુનાં લગભગ બે વર્ષ પછી વિધવા પત્નિએ આપ્યો દીકરાને જન્મ
લંડન, તા.૨૩: ઇંગ્લેન્ડના લિવરપુલની ૩૩ વર્ષની વિધવા લૉરેને તેના પતિ ક્રિસના ફ્રીઝ કરેલા સ્પર્મની મદદથી પતિના મળત્યુના લગભગ બે વર્ષ બાદ ૧૭ મેએ આઇવીએફ પ્રોસેસથી બાળકને જન્મ આપ્યો હતો. જોકે આઇવીએફ પ્રોસેસ શરૂ કરતાં પહેલાં તેણે ૯ મહિના રાહ જોઈ હતી. લૉરેને કહ્યું કે મારો પુત્ર સેબ લગભગ તેના પપ્પા જેવો જ દેખાય છે. ક્રિસના આગલા સંબંધથી થયેલો તેનો ૧૮ વર્ષનો પુત્ર વેબ તેના નાના ભાઈ સેબ માટે પિતા સમાન છે એમ જણાવતાં લોરેને કહ્યું કે તેણે સેબને હૉસ્પિટલમાં પણ ઊંચકયો હતો અને એક બાળક માટે તેના પિતા કે મોટા ભાઈ કરે એ તમામ ચીજ કરી હતી.
(3:38 pm IST)