દેશ-વિદેશ
News of Thursday, 23rd June 2022

ધરતીકંપ બાદ અફઘાનિસ્તાનમાં આવેલ પૂરના કારણોસર 30 થી વધુ લોકો પ્રભાવિત થયા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપ બાદ, સતત વરસાદને કારણે પૂર આવ્યું. જેને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. બુધવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર, પૂરના વિનાશને કારણે 400 લોકોના મોત થયા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના નેતૃત્વવાળી સરકાર દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. દેશના અનેક વિસ્તારો પૂરથી પ્રભાવિત થયા છે. અફઘાનિસ્તાનના જળ સંસાધન નિષ્ણાત નજીબુલ્લાહ સાદિદે જણાવ્યું હતું કે, આ પ્રદેશમાં ચોમાસા પ્રેરિત વરસાદને કારણે પરંપરાગત માટીના મકાનો નબળા પડી ગયા છે. અને આ કારણોસર ભૂકંપ વધુ ભયાનક સાબિત થયો હતો. ધરતીકંપનું કેન્દ્રબિંદુ પ્રમાણમાં ઊંચું હોવાથી વિનાશમાં પણ વધારો થયો હતો. દેશમાં કુનાર, નાંગરહાર, નુરિસ્તાન, લઘમન, પંજશીર, પરવાન, કાબુલ, કપિસા, મેદાન, વરદાક, બામિયાન, ગઝની, લોગર, સમંગન, સર-એ-પુલ, તાખર, પાકટિકા, ખોસ્તના વિસ્તાર અસરગ્રસ્ત છે. પ્રાકૃતિક આપત્તિ વ્યવસ્થાપન વિભાગની દેખરેખ રાખતા નાયબ મંત્રી મૌલવી શરફુદ્દીન મુસ્લિમે જણાવ્યું હતું કે, 'આ સમયગાળા દરમિયાન બચાવેલા લોકોને હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે. આ પૂરના પાણીમાં જેમના ઘર ધરાશાયી થયા છે તેઓને તંબુમાં લઈ જવામાં આવ્યા છે. 2022માં અફઘાનિસ્તાનમાં કુદરતી આફતના કારણે 30 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે.

 

(7:34 pm IST)