દેશ-વિદેશ
News of Friday, 24th June 2022

ઓએમજી....રોબોટ્સ પણ થયા પક્ષપાતી

નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ટેક્નોલોજીથી બનતા રોબોટ્સમાં અનેક પ્રકારની ખામીઓ સામે આવી રહી છે. આ રોબોટ્સ મહિલા-પુરુષો વચ્ચે ભેદભાવ કરવાની સાથેસાથે રંગભેદ કરે છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી, જ્યોર્જિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી અને વોશિંગ્ટન યુનિવર્સિટી તરફથી કરાયેલા રિસર્ચમાં સામે આવ્યું કે ખરાબ ન્યૂરલ નેટવર્ક મોડલને લીધે રોબોટ્સ રુઢિવાદી વસ્તુઓ શીખી રહ્યા છે. રોબોટ લોકોના રંગ જોઈને તેમની નોકરી વિશે અંદાજ લગાવે છે. જેમ કે કોઈ વ્યક્તિનો રંગ અશ્વેત હોય તો આ રોબોટ્સ તેમને બ્લૂ કૉલર શ્રમિક માની લે છે. જ્યારે પુરુષોને મહિલાઓથી વધુ પ્રાધાન્ય આપે છે. તેમને જ સમાજમાં શક્તિશાળી માને છે. જ્યોર્જિયા ટેક પોસ્ટડૉક્ટરલ ફેલો લેખક એન્ડ્રયુ હંડ્ટનું કહેવું છે કે આપણે એક જાતિવાદી અને સેક્સિસ્ટ રોબોટની એક પેઢી બનાવવાનું જોખમ ઉઠાવી રહ્યા છીએ. રિસર્ચરોની વાત માનીએ તો રોબોટ્સ બનાવતા વિજ્ઞાની ઈન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરી એઆઈ પ્રોગ્રામ બનાવે છે. ઈન્ટરનેટથી ડાઉનલોડ કરાયેલા ડેટામાં પક્ષપાતી કન્ટેન્ટ હોય છે એટલે જ નવા અલ્ગોરિધમમાં પણ તે સામેલ થશે. તેનાથી રોબોટ પણ પક્ષપાત અને ભેદભાવપૂર્ણ વલણ અપનાવવા લાગ્યાં છે. રિસર્ચરોએ રોબોટ્સના પક્ષપાતી વ્યવહારને પારખવા એક્સપેરિમેન્ટ પણ કર્યું. માનવીને ચહેરો લગાવી રોબોટ્સને આદેશ આપ્યો કે ગુનેગાર, ડૉક્ટર તથા હોમમેકર્સની ઓળખ કરો. રોબોટ્સે મહિલાઓની તુલનાએ 8 ટકા વધુ પુરુષોને પ્રાધાન્ય આપ્યું.

(6:21 pm IST)