દેશ-વિદેશ
News of Saturday, 24th July 2021

અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

ગજબ ! આ મહિલા તેની જીભથી રોકે છે ચાલતો પંખો

લંડન તા. ૨૪ : ઘણા વિચિત્ર લોકો અને તેમના અનોખા કિસ્સાઓ આખી દુનિયામાં સાંભળવામાં આવે છે. આવા ઘણા લોકો વિશ્વ રેકોર્ડ બનાવવા કોઈ પણ હદ સુધી જઈ શકે છે, અને આવા વિચિત્ર કાર્યો કરી શકે છે. જે સંભવતઃ દરેક લોકો કરવા વિશે વિચારી પણ શકતા નથી. આવી જ એક મહિલાએ આવું કાર્ય કર્યું છે કે, તમે તેને જોયા પછી જ અશ્યર્યમાં મુકાઈ જશો. આ પરાક્રમને કારણે તેણે પોતાનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું છે.

ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પણ આવા લોકોને તેમના માટે નવી કેટેગરીઓ રાખીને ઓળખ આપે છે. આવો જ એક સ્ટંટ Zoe Ellis નામની મહિલા દ્વારા કરવામાં આવ્યો છે, તેણીએ તેની જીભથી ચાલતા પંખાને રોકીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયાના જોને આ સ્ટંટને જોઈને લોકો ખૂબ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. ઘણા લોકોને ડર પણ હતો કે, આમ કરતી વખતે તેની જીભ કપાઈ જશે.

Zoe Ellis ઇટાલીમાં આ રેકોર્ડ બનાવ્યો જયાં તેણે ઝડપથી ચાલતા ઇલેકિટ્રક પંખાના બ્લેડને જીભથી બંધ કરી દીધા હતા. સાથે જ જીભથી સૌથી વધુ ઇલેકિટ્રક પંખાને રોકવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. આ રેકોર્ડ પોતાનામાં અનોખો અને જોખમી છે.

(10:17 am IST)