દેશ-વિદેશ
News of Saturday, 25th June 2022

યુક્રેનની બકરીએ રશિયન સેનામાં તરખાટ મચાવ્યો હોવાની માહિતી

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધનો નજીકના ભવિષ્યમાં કોઈ અંત દેખાઈ રહ્યો નથી. બંને દેશોની સેના વચ્ચે યુક્રેનના અલગ અલગ વિસ્તારોમાં ચાલી રહેલા ટકરાવ વચ્ચે યુક્રેનની એક બકરીએ રશિયન સેનામાં તરખાટ મચાવી દીધો છે. મીડિયા રિપોર્ટમાં યુક્રેનની ગુપ્તચર એજન્સીઓને ટાંકીને જણાવવામાં આવ્યુ છે કે, દક્ષિણ પૂર્વ યુક્રેનમાં એક સ્થળે રશિયન સેના એક બિલ્ડિંગની ચારે તરફ ગ્રેનેડ બીછાવી રહી હતી. જેને લશ્કરી ભાષામાં બૂબી ટ્રેપ કહેવામાં આવે છે. ઈમારતની ફરતે ગ્રેનેડ એ રીતે બીછાવાઈ રહ્યા હતા કે, જો કોઈ તેની આગળ જવાની કોશીશ કરે તો ગ્રેનેડ ફાટે અને ઘૂસણખોરી કરવાની કોશીશ કરનારાનુ મોત થાયજોકે આ કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે નજીકના ફાર્મમાંથી ભાગી ગયેલી બકરી ગ્રેનેડ સાથે બાંધવામાં આવેલા તાર સાથે ટકરાઈ હતી અને ગ્રેનેડ ફાટયા હતા. જેમાં ઓછામાં ઓછા 40 રશિયન સૈનિકો ઘાયલ થયા હતા. જોકે આ બ્લાસ્ટમાં બકરી બચી છે કે નહીં તે તો હજી સ્પષ્ટ થયુ નથી. આ પહેલા એક કુતરાએ પણ રશિયન સેનાએ બીછાવેલા 200થી વધારે વિસ્ફોટકોનો પત્તો મેળવી આપીને રશિયન સેનાની મદદ કરી હતી.

(6:14 pm IST)