News of Tuesday, 25th August 2020
ચીને તેના મુખ્ય કર્મચારી ઓફિસરોને કોવિદ વેકસીન આપવાનું શરૂ કરી દીધું
વિશ્વને 'મામા' બનાવી પોતાના દેશમાં ઉપયોગ શરૂ !
બૈજીંગઃ ચીની હેલ્થ કમિશનના સાયન્સ એન્ડ ટેકનોલોજી સેન્ટરના ચેરમેન ઝેંગ ઝોંગવેઈએ કહ્યું છે કે ચીને તેના મુખ્ય કર્મચારીઓની પસંદગીના ગ્રુપોના સમૂહને જુલાઈ મહિનાથી કોવિડ-૧૯ની સંભવિત વેકસીન આપી રહેલ છે ઝેંગ ઉપરાંત ચીની સરકારે આ સંભવિત વેકસીનના ''ઈમર્જન્સી ઉપયોગ'' માટે મંજુરી આપી દીધી છે. આ વેકસીનનું નામ નહિ બતાવતા તેમણે કહેલ કે, આ ''નિયમ મુજબ'' જ આપવામાં આવી રહેલ છે.
(3:01 pm IST)