દેશ-વિદેશ
News of Monday, 21st November 2022

પાકિસ્તાનના બીજા નંબરના દેશ લાહોરમાં અપરાધ આશરે વધીને 30 ટકાએ પહોંચ્યો

નવી દિલ્હી: પાકિસ્તાનનાં બીજા ક્રમનાં સૌથી મહત્ત્વના શહેર લાહોરમાં જમીન હડપ કરવાની ઘટનાઓ સતત વધી રહેતાં શહેરમાં આશરે ૩૦ ટકા જેટલો અપરાધ આંક વધી ગયો છે. આ સાથે લાહોર અપરાધીઓ માટે અડ્ડો બની ગયું છે. પ્રાપ્ય અહેવાલો પ્રમાણે લાહોરમાં હાઉસિંગ સોસાયટીઓની વૃદ્ધિ અને વ્યાવસાયિક ગતિવિધીઓમાં પણ વધારો થવાથી ભૂ-માફીયાઓની કાર્યવાહી જોરદાર બની ગઈ છે. સાથે ગેરકાયદેસર જમીન ઉપર કબ્જો જમાવવામાં આવી રહ્યો છે. આ ગૂંડાગીરીથી શહેરના મોટા ભાગના લોકો ભયભીત રહે છે. જમીનના ઝઘડાઓ એટલા વધી ગયા છે કે સલામતી અધિકારીઓ તેમાં જ વ્યસ્ત રહેતાં શેરીઓમાં અપરાધો વધી ગયા છે. આટલું ઓછું હોય તેમ આ ભૂ-માફીયાઓ સાથેની પોલીસની સાંઠ-ગાંઠ અંગે ભારે ચર્ચા થઇ રહી છે. પોલીસની નજર નીચે જ જમીન અને મિલકતોના સાચા માલિકોની મૂલ્યવાન સંપત્તિ તેમના હાથમાંથી છીનવાઈ રહી છે.

(6:17 pm IST)