દેશ-વિદેશ
News of Friday, 26th February 2021

ઓક્સફર્ડ યુનિવર્સીટીમાં કોવીડ-19ની લેબમાં સાઇબર એટેક

નવી દિલ્હી:ઓક્સફર્ડ યુનિવર્સીટી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કોવીડ-19 અનુસંધાનમાં શામેલ તેમની એક પ્રયોગશાળામાં સાયબર હુમલો થયો હોવાનું માલુમ પડી રહ્યું છે જેમાં તપાસમાં એક વાત સામે આવી છે કે હેકરોએ પ્રયોગશાળાની ઘણી બધી સિસ્ટમોમાં સેંઘમારી કરી છે પરંતુ તેના કારણોસર સિસ્ટમ પર વધારે કોઈ અસર થઇ નથી.કહેવાય રહ્યું છે કે મહિનાના મધ્યમાં હેકિંગ થઇ હતી પરંતુ હજુ સુધી જાણવામાં નથી આવી રહ્યું કે હુમલા પાછળ કોનો હાથ છે.

 

(5:13 pm IST)