દેશ-વિદેશ
News of Monday, 26th July 2021

અનોખી સર્જરી:આઇસલેન્ડમાં રહેતા શખ્સને નવા હાથ આપી ડોક્ટર્સે નવું જીવન આપ્યું

નવી દિલ્હી: કહેવાય છે કે ડૉક્ટર્સ ભગવાનનું બીજુ રૂપ છે. તેઓ મરતા વ્યક્તિને પણ જિંદગી આપે છે. જી હા ડૉક્ટરોએ એવી જ કંઈક કમાલ કરી દેખાડી છે. દુનિયામાં પહેલી વખતે એમ થયું છે કે કોઈ વ્યક્તિના બંને હાથ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આવો તો આ અનોખી સર્જરી બાબતે ડિટેલથી જાણીએ. આઇસલેન્ડમાં kopavogur Townના રહેવાસી 48 વર્ષીય ફેલિક્સ ગ્રેટર્સનની સર્જરી કરીને ડૉક્ટરોએ તેને નવું જીવનદાન આપ્યું છે. ફેલિક્સને એક શખ્સે બંને હાથ ડૉનેટ કર્યા છે. દુનિયામાં આ પહેલી ઘટના છે જેમાં કોઈ વ્યક્તિના બંને હાથ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.

The Sraits Timeના રિપોર્ટ મુજબ 12 જાન્યુઆરી 1998ના રોજ ફેલિક્સ સાથે દુર્ઘટના ઘટી હતી. તે વીજળીનું કામ કરી રહ્યો હતો ત્યારે તેને જોરદાર કરંટ લાગ્યો હતો. ત્યારબાદ તેના બંને હાથ સળગી ગયા હતા. કરંટ લાગ્યા બાદ ત્રણ મહિના સુધી ફેલિક્સ કોમામાં રહ્યો. ડૉક્ટર્સે 54 ઓપરેશન કરીને ફેલિક્સના બંને સળગી ચૂકેલા હાથોને હટાવ્યા. તેનું લીવર ટ્રાન્સપ્લાન્ટ પણ કરવામાં આવ્યું. કોમામાંથી બહાર આવ્યા બાદ ફેલિક્સ શોકમાં જતો રહ્યો.

(5:58 pm IST)