દેશ-વિદેશ
News of Wednesday, 26th August 2020

અફઘાનિસ્તાનમાં આતંકી હુમલામાં 17ના મૃત્યુ:આત્મઘાતી હુમલાખોરે પોતાની જાતને ઉડાવી દીધો

નવી દિલ્હી:અફઘાનિસ્તાનમાં સતત થઇ રહેલ આતંકવાદી હુમલામાં 17 લોકોના મૃત્યુ નિપજ્યા છે. મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  અત્યારસુધીમાં 4 આતંકી હુમલા કરવામાં આવ્યા છે  જેમાં હુમલાખોરે ઉતરી બાલ્ખ પ્રાંતમાં સુરક્ષાબળોને નિશાન બનાવીને હુમલો કર્યો હતો  જેમાં એક ટ્રકમાં આત્મઘાતી હુમલાખોરે પોતાની જાતને પણ ઉડાવી દીધી હતી જે પૈકી સેનાના બે કમાંડો સહીત એક નાગરિકનું મૃત્યુ  નીપજ્યું છે. તેમજ 6 કમાંડો સહીત અન્ય 35 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે. ઘાયલ લોકોમાં બાળકો સહીત મહિલાઓનો સમાવેશ પણ થઇ રહ્યો છે. ઘોર પ્રાંતમાં પણ એક હુમલામાં 8 સૈનિકોના મૃત્યુ નિપજ્યા છે બંને  હુમલાની જવાબદારી તાલિબાન દ્વારા લેવામાં આવી છે.

(6:19 pm IST)