News of Thursday, 25th November 2021
એલિયન બનવાની ચાહમાં આ શખ્સે કરી નાખી પોતાના ચહેરાની આવી હાલત
નવી દિલ્હી:ફ્રાન્સના એક શખ્સે એલિયન બનવા માટે પોતાના આખા શરીરને બદલી નાખ્યું છે. તાજેતરમાંજ આ શખ્સે પોતાના હાથની આંગળીઓ પણ કપાવી નાખી છે. આ શખ્સ આ પહેલા તેના નાક અને હોઠ ઉપર પણ કાપા મુકાવી ચુક્યો છે આ શખ્સના ચહેરાની ફોટો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહી છે.આ શખ્સની ઈચ્છા બ્લેક એલિયન બનાવ માંગતો હતો. ફ્રાન્સમાં રહેતા આ શખ્સનું નામ એન્થની લોફરેડો છે. રિપોર્ટ અનુસાર આ શખ્સે તાજેતરમાંજ પોતાના ઇન્સટ્રાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કર્યા છે.જેમાં તે પોતાની આંગળી કપાવતો નજરે પડી રહ્યો છે. આ સિવાય તેમને પોતાના શરીર પર પણ ટેટુ કરાવી દીધા છે.
(6:07 pm IST)