દેશ-વિદેશ
News of Saturday, 27th February 2021

પતિએ છુટાછેડા માંગ્યા તો પત્નીએ પાંચ વર્ષ ઘરકામ કર્યુ એ બદલ સાડા પાંચ લાખ રુપિયાનું વળતર માંગ્યું!

ચીનમાં એક ડિવોર્સ કેસની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા

ચીનમાં એક ડિવોર્સ કેસની ચર્ચા સોશિયલ મીડિયા પર ખુબ થઈ રહી છે. આ કેસમાં કોર્ટે સંભળાવેલો નિર્ણય ખુબ વાયરલ થયો છે. રિપોર્ટ પ્રમાણે ચેન અને વાંગ વર્ષ 2015માં લગ્નના બંધનમાં બંધાયા હતા. પરંતુ ગત વર્ષે ચેને પત્નિથી ડિવોર્સ માટે કોર્ટમાં અરજી કરી. જોકે શરૂઆતમાં વાંગ ડિવોર્સ લેવા નહોતી માંગતી પરંતુ બાદમાં તેણે વળતરના બદલામાં ડિવોર્સ લેવાનું નક્કી કર્યું.

પોતાની અરજીમાં તેણે લખ્યું કે, તેના પતિએ આ પાંચ વર્ષોમાં ક્યારેય પણ ઘરકામમાં તેની મદદ નથી કરી તે માટે તેણે 5 વર્ષ ચેન માટે કામ કરવા માટે વળતર આપવું જોઈએ.

બીજિંગ કોર્ટે નિર્ણય વાંગના હકમાં નિર્ણય સંભળાવ્યો અને કહ્યું કે, ચેનને તેના દર મહિનાના ખર્ચ માટે 2 હજાર યૂઆન(લગભગ 22 હજાર રૂપિયા) આપવા પડશે.

જણાવવામાં આવી રહ્યું છે કે આ ચીનમાં આ રીતનો પહેલો નિર્ણય છે જેને લઈને ત્યાંની સોશિયલ મીડિયા સાઈટ્સ પર ખુબ ચર્ચા થઈ રહી છે.

  અત્રે ઉલ્લેખનિય છે કે ચીનમાં એક નવો કાનુન લાગુ છે જે હેઠળ ડિવોર્સના કિસ્સાઓમાં પતિ કે પત્નિમાંથી કોઈ પણ અન્ય પાસેથી વળતર માંગી શકે છે, જો બાળકની સારસંભાળ, વડિલોની સંભાળ કે પોતાના પાર્ટનરના કામમાં મદદમાં તેનો વધારે હિસ્સો હોય. અત્યાર સુધઈ આ પ્રકારનું વળતર માત્ર ત્યારે જ માંગવામાં આવી શકતું હતું જ્યારે લગ્ન પહેલા આ પ્રકારનો કોઈ કાનુની કરાર કરવામાં આવ્યો હોય, જોકે ચીનમાં મોટેભાગે લોકો આવું નથી કરતા

(11:50 pm IST)