દેશ-વિદેશ
News of Monday, 27th March 2023

આ છે વિશ્વનો મહાકાય સાપ:લંબાઈ જાણીને ઉડી જશે સહુ કોઈના હોશ

નવી દિલ્હી: સાપનું નામ સાંભળીને લોકોને પરસેવો છુટી જાય છે. તેનું કારણ છે સાપને દુનિયાનો સૌથી ઝેરી અને ખતરનાર જીવ માનવામાં આવે છે. આમ વિશ્વમાં સાપની અનેક પ્રજાતિ જોવા મળે છે. પરંતુ હકીકત એ છે કે દરેક સાપ ઝેરીલા નથી હોતા. ધરતી પર અત્યારે જેટલા સાપ છે તેમા 200-300 પ્રજાતિઓ જ ઝેરીલી હોય છે. પરંતુ માનવી દરેક સાપને જોઈને ડરે છે. સાપ વિશે એવુ માનવાની જરુર નથી કે દરેક સાપ ઝેરીલા હોય છે. પરંતુ સાપ મોટા હોય કે નાનો અથવા ઝેરીલો હોય કે બિનઝેરી હોય તે નુકસાન પહોચાડી શકે છે. અજગર પણ આવા જ સાપોમાંનો એક માનવામાં આવે છે. અજગરમાં ઝેર નથી હોતો પણ તે પ્રાણીઓ અને માનવીનો પણ જીવ લઈ શકે છે.  આ વીડિયો જોવા મળતો જાળીવાળો અજગર છે. તે સાઉથ એશિયાનો છે. અને આ પ્રજાતિના અજગર વિશ્વમાં સૌથી લાંબા સાપ માનવામાં આવે છે. તેની લંબાઈ 30 ફુટથી વધારે હતી.અને તેનુ વજન  136 કિલોથી વધારે હતું. આ અજગર બિલાડી, બકરી, ભેંસ અને સુવર જેવા મોટા પ્રાણીઓને આરામથી શિકાર કરી લે છે. જો કે વાઈરલ વીડીયોમાં માત્ર તેનુ મહાકાય શરીર જોવા મળે છે. તેની લંબાઈ અને સ્વાસ્થય જોતા તમારા હોશ ઉડી જશે. જેમા @gunsnrosesgirl3 નામના યુઝરે આ વીડિયો શેર કરીને કહ્યુ છે કે જાળીદાર અજગર વિશ્વનો સૌથી લાંબો સાપ છે. અને આ અજગર એક એવી પ્રજાતિમાથી છે કે જે દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયામાં જોવા મળે છે. આ વીડિયો 25 માર્ચે શેર કરવામાં આવ્યો છે, જેને 43 લાખ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 10 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે.

(7:19 pm IST)