News of Tuesday, 27th July 2021
ઓસ્ટ્રેલીયાના વિકટોરીયામાં કાલથી લોકડાઉનમાં છુટછાટ અપાશે
કેનબરા તા. ર૭: ઓસ્ટ્રેલીયાના વિકટોરીયા સ્ટેટમાં લાગુ સખત લોકડાઉનમાં રાહત આપવાનો નિર્ણય લેવાયો છે. સંક્રમીતોની સંખ્યામાં કમી આવતા આ નિર્ણય લેવાયો છે. જો કે પાડોશી રાજય ન્યુ સાઉથ વેલ્સમાં કેસ વધતા લોકડાઉન લંબાવાયું છે. વિકટોરીયામાં ૧પ જુલાઇથી લાગુ લોકડાઉનમાં કાલથી ઢીલ અપાશે. અહીં માત્ર ૧૦ નવા કેસ નોંધાયા છે. વિકટોરીયાના પ્રીમીયમ ડેનીયલ એન્ડ્રુઝે આજનો દિવસ સારો હોવાનું પત્રકારોને જણાવેલ.
(2:45 pm IST)