દેશ-વિદેશ
News of Tuesday, 27th July 2021

લીબિયામાં થયેલ જહાજ દુર્ઘટનામાં 57થી વધુ લોકોના મૃત્યુની આશંકા

નવી દિલ્હી: લિબિયામાં થયેલી દુર્ઘટનામાં 57થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા છે. દુર્ઘટનાને પગલે પ્રત્યક્ષદર્શિ એમ મેહલીએ જણાવ્યું હતું કે, “જહાજમાં એન્જિનની (Engine)સમસ્યાને કારણે જહાજ બંધ થઈ ગયું હતું અને બાદમાં દુર્ઘટના (Tragedy) થઈ હતી.”

UNના (United nations)અધિકારીએ જણાવ્યું છે કે, સોમવારે લિબિયાના દરિયાકાંઠે આફ્રિકન સ્થળાંતર કરનારી બોટમા થયેલી દુર્ઘટનામાં ઓછામાં ઓછા 57 લોકોના મોત નિપજ્યા હોવાની આશંકા છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર સંસ્થાના પ્રવક્તા, સફા મેશ્હલીએ જણાવ્યું હતું કે, જહાજ રવિવારે પશ્ચિમના દરિયાકાંઠાના ખુમ્સ શહેરથી નીકળ્યું હતું અને જહાજમાં મહિલાઓ અને બાળકો સહિત 75 લોકો સામેલ હતા. દુર્ઘટનાને(Marine tragedy) પગલે સ્થાનિક માછીમારો અને લિબિયાના દરિયાકાંઠાના રક્ષકો દ્વારા લોકોને બચાવવામાં આવ્યા હતા.

જ્યારે દુર્ઘટનામાં બચેલા લોકો, જે નાઇજીરીયા, ઘાના અને ગાંબિયાના છે, તેઓએ જણાવ્યું હતું કે એન્જિનની સમસ્યાને કારણે જહાજ બંધ થઈ ગયું હતું અને બાદમાં ખરાબ વાતાવરણને કારણે જહાજમાં દુર્ઘટના થઈ હતી.

(5:49 pm IST)