દેશ-વિદેશ
News of Tuesday, 27th July 2021

રશિયાએ અમેરિકા સહિત બ્રિટનને આપી સીધા યુદ્ધની ધમકી

નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિને અમેરિકા અને બ્રિટનને સીધા યુદ્ધની ધમકી આપી દીધી છે. પુતિને કહ્યું છે કે રશિયાનું સૈન્ય યુદ્ધ માટે તૈયાર છે. પુતિને ચેતાવણીના સુરમાં કહ્યું કે રશિયાની નેવી દુશ્મનોના લક્ષ્યો પર હુમલો કરવા માટે એકદમ તૈયાર છે.

ખાસ વાત છે કે પુતિને નિવેદન અમેરિકા-બ્રિટન સાથેની રશિયાની તકરાર વચ્ચે આપ્યું છેવર્ષ 2014માં રશિયાએ ક્રીમિયાને યૂક્રેનથી બળજબરીથી અલગ કરી દીધુ હતું. જોકે હાલ પણ મોટા ભાગના દેશો ક્રીમિયાને યૂક્રેનનો હિસ્સો માને છે.

અમેરિકા અને બ્રિટન સાથેની તકરાર વચ્ચે રશિયાએ પોતાના સૌથી આધુનિક એર ડિફેંસ સિસ્ટમ એસ-500 અને જિરકોન હાઇપરસોનિક મિસાઇલનું પરિક્ષણ કર્યું હતું. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને રશિયન નેવી દિવસ નિમિત્તે સીધા અમેરિકા અને બ્રિટનને ધમકી આપી દીધી છે. તેમણે કહ્યું હતું કે જો જરૂર પડી તો રશિયન નેવી યુદ્ધ કરવા માટે પણ તૈયાર છે.

(5:50 pm IST)