દેશ-વિદેશ
News of Thursday, 27th August 2020

શ્વાસ દ્વારા થશે કોરોનાનો ટેસ્ટ : બ્રિટનમાં નવી ટેકિનક પર પ્રયોગ

લંડન,તા.૨૭: જેમ-જેમ કોરોના વાઈરસના કેસ વધી રહ્યા છે, તેમ તેમ તેના ટેસ્ટિંગની નવી રીત પણ સામે આવી રહી છે. જલ્દી કોરોના વાઈરસના ટેસ્ટ થાય અને તેનું પરિણામ પણ જલ્દી મળી શકે તે માટે અનેક દેશ પ્રયાસ કરી રહ્યા છે. હવે બ્રિટનમાં શ્વાસથી કોરોના વાઈરસના ટેસ્ટિંગ માટેની ટેકિનક વિકસાવવામાં આવી રહ્યા છે. એનએચએસ ડોકટર મશીનનું પરીક્ષણ કરી રહ્યા છે, જેનું પરિણામ માત્ર ૧૦ મિનિટનું મળી શકે છે.

આ માટે એમ ડિવાઈસ વિકસાવવામાં આવ્યું છે.આ ડિવાઈસ હવામાં રસાયણોનું વિશ્લેષણ કરવાનું કામ કરે છે.

કિટ નિર્માતાઓનું કહેવું છે કે, આ એક ગેમ-ચેન્જર હોઈ શકે છે, કારણે કે આ એક સ્વેબ ટેસ્ટની સરખામણીમાં ખુબ ઝડપી છે, પરંતુ તેના પરિણામો કેટલા સચોટ અને વિશ્વસનીય છે,  તે તો તેના અભ્યાસ બાદ ખ્યાલ આવશે.

વર્તમાનમાં બ્રિટનમાં કોરોના વાઇરસનો ટેસ્ટ કરાવ્યા બાદ તેના રિપોર્ટ માટે ૪૮ કલાક સુધી રાહ જોવી પડે છે. કારણકે તેનો રિપોર્ટ એક લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવે છે.

કેન્ટરબરી સ્થિત એન્કોન મેડિકલ ડાયગ્નોસ્ટિકસ ફર્મ શ્વાસથી કોરોનાનું ટેસ્ટિંગ કરવા માટે કામ કરી રહી છે. આ કંપનીએ પહેલીથી જ એક બ્રીથ એનેલાઇઝર બનાવ્યું છે, જે  વાયુમાર્ગમાં ગાંઠો દ્વારા બહાર પાડવામાં આવતાં રસાયણોની શોધ કરીને છ મિનિટથી ઓછા સમયમાં ફેફસાંનાં કેન્સરની  તપાસ કરે છે. નિષ્ણાંતો માને છે કે, આ ટેકનોલોજી કોરોના માટે પણ તે જ રીતે કાર્ય કરી શકે છે.

(3:50 pm IST)