દેશ-વિદેશ
News of Thursday, 27th August 2020

ચીને દક્ષિણી દ્વીપીય પ્રાંત હૈનાન સહીત પાર્સલ આઇલેન્ડ પરથી બે મિસાઈલનું પરીક્ષણ કર્યું

નવી દિલ્હી: ચીનની સેનાએ બે મિસાઈલનું પરીક્ષણ કર્યુ છે. જેમાંથી એકને કેરિયર મિસાઈલ કહેવામાં આવી રહી છે. જે અમેરિકી સેના પર હુમલાને ધ્યાનમાં રાખતા બનાવ્યા છે.

           ચીને પોતાના દક્ષિણી દ્વિપીય પ્રાંત હૈનાન અને પાર્સલ આઈલેન્ડથી બંને પરીક્ષણ કર્યા. જોકે ચીને આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી નથી. ચીને ડીએફ-26ડીને કિંઝાઈથી, તો ઝેજિયાંગથી ડીએફ-21ડી નું પરીક્ષણ કર્યુ. દક્ષિણ ચીન સાગર દુનિયાનો સૌથી વ્યસ્ત વ્યાપાર માર્ગ છે. જેની પર ચીન પોતાનો કબ્જો વર્તાવે છે જ્યારે અમેરિકા આ વિસ્તારને ઈન્ટરનેશનલ લૉ હેઠળ ત્યારથી તમામ દેશો માટે ખુલ્લા રહેવા દેવા ઈચ્છે છે. આ જ કારણ છે કે અમેરિકા અને ચીન આ સ્થળ પર વારંવાર સામ-સામે આવે છે. ચીનના પોતાના પાડોશી દેશોથી આ મુદ્દે વિવાદ છે.

(6:29 pm IST)