દેશ-વિદેશ
News of Thursday, 27th August 2020

અમેરિકાએ ચીનને આપ્યો વધુ એક મોટો ઝટકો:એક સાથે 24 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હી: અમેરિકાએ ચીનને વધુ એક ઝટકો આપી તેની વધુ 24 કંપનીઓ પર પ્રતિબંધ વધાર્યો છે. અમેરિકાના વાણિજય વિભાગના ઉદ્યોગ અને સુરક્ષા બ્યુરોએ ચીનની 24 કંપનીઓને એન્ટાઈટી લિસ્ટમાં મુકી છે. ચીની સૈન્ય નિર્માણ અને દક્ષિણ ચીન સાગરમાં કૃત્રિમ ટાપુઓના લશ્કરણીકરણમાં મદદ કરવામાં તેમની કહેવાતી ભૂમિકાના સંદર્ભમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

         અમેરિકી વિદેશ પ્રધાન માઈક પોમ્પીયોએ આ પ્રતિબંધોની જાહેરાત કરતા જણાવ્યું હતું કે વાણિજય વિભાગે ચીનની 24 કંપનીઓને ઈંટાઈટી લિસ્ટમાં સામેલ કરી છે. આ યાદીમાં ચીન સંચાર નિર્માણ કંપનીની કેટલીય સહાયક કંપનીઓ પણ સામેલ છે. પોમ્પીયોએ જણાવ્યું હતું કે વિદેશ વિભાગ ચીનના લોકો પર વીઝા પ્રતિબંધ પણ મુકવા જઈ રહ્યો છે. વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે દક્ષિણ ચીન સાગર ટાપુઓના લશ્કરણીકરણ માટે જવાબદાર ઠરનારી કંપનીઓ સામે પણ કાર્યવાહી થશે. ચીન 2013થી પોતાની માલિકીની કંપનીઓનો ઉપયોગ વિવાદીત દક્ષિણ ચીન સાગરમાં ત્રણ હજાર એકરથી મોટા વિસ્તારમાં બનેલી ચીજો ફેંકવા અને એના પર પોતાનો દાવો કરવા કર્યા છે.

(6:30 pm IST)