દેશ-વિદેશ
News of Thursday, 27th August 2020

ગ્લોબલ પ્રોફેશનલ કંપની ઓછામાં ઓછા 5ટકા કર્મચારી પર કાપ મુકવા જઈ રહી હોવાની માહિતી

નવી દિલ્હી: ગ્લોબલ પ્રોફેશનલ કંપની એસેન્ચરમાં દુનિયાભરના 5 લાખથી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યાં છે. જો કે હવે આ કંપની સારૂ પ્રદર્શન ના કરનારા કર્મચારીઓની સંખ્યામાં ઓછામાં ઓછા 5 ટકાનો કાપ મૂકવા જઈ રહી છે. આ સાથે જ હજારો ભારતીયોને પણ આર્થિક મંદી વચ્ચે નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવશે.

          ઑસ્ટ્રેલિયન ફાઈનાન્સિયલ રિવ્યૂ (AFR)માં છપાયેલ એક રિપોટ્માં સૌથી પ્રથમ આ જાણકારી આપી છે. જેણે ઓગસ્ટના મધ્યમાં એસેન્ચરનાCEOજૂલી સ્વીટ દ્વારા કરવામાં આવેલી એક ઈન્ટરનલ મિટિંગમાં આ જાણકારી આપી છે. એસેન્ચરે જણાવ્યું કે, આ સમયે કંપની વધારાના ગ્લોબલ વર્કફોર્સ એક્શનની યોજના નથી બનાવી રહી. દરવર્ષે અમારી પ્રોગ્રેસ પ્રક્રિયાના ભાગરૂપે અમે લોકો સાથે વાતચીત કરીએ છીએ કે, તે કેવું પ્રદર્શન કરી રહ્યાં છે? ક્યા ક્ષેત્રમાં સુધારાની સંભાવના છે? તેમની કાર્યક્ષમતા અને શું તેઓ એસેન્ચર માટે લાંબા સમયમાં ફિટ છે?

(6:31 pm IST)