દેશ-વિદેશ
News of Saturday, 27th November 2021

વિશ્વમાં કોરોના વેરિએંટના નવા આગમન સાથે જ ફાર્મા કંપનીઓ થઇ એલર્ટ

નવી દિલ્હી: વિશ્વમાં કોરોનાના નવા વેરીએન્ટના આગમન સાથે જ ફાર્મા કંપનીઓ એલર્ટ થઈ ગઈ છે. હાલની કોરોના વેકસીન તથા દવામાં આ નવા વેરીએન્ટ પર કેવી અસરકારક થશે તે અંગે નિષ્ણાંતો એલર્ટ થઈ ગયા છે. બોત્સવાનામાંથી બહાર આવેલા આ વેરીએન્ટ પર હાલની વેકસીન કેટલી અસરકારક તે પહેલો પ્રશ્ન છે. હાલ નિષ્ણાંતો દ.આફ્રિકામાં આ વેરીએન્ટ કઈ રીતે પ્રસરે છે તેના પર નજર રાખી રહ્યું છે અને તેઓ આ વાયરસની ઈન્ફેકશન ને રોકતી એન્ટીબોડી પર અસર ચકાસશે અને જેઓને વેકસીન અપાઈ છે તો શું આ વાયરસ તે વેકસીનની ક્ષમતા ઘટાડી શકે છે તેના પર પણ અભ્યાસ થશે. તો હોંગકોંગમાં જે પોઝીટીવ જાહેર થયા તેના ફાઈઝરની વેકસીન લીધી હતી અને તે દક્ષિણ આફ્રિકાને પ્રવાસેથી આવ્યો હતો. ઉપરાંત તેની ડેલ્ટા સીડથી કેટલો ખતરનાક છે તે પણ ચકાસાશે. બીજી તરફ વેકસીન નિર્માતા કંપનીઓ આ નવા વેરીએન્ટ સામે ઝડપી કામગીરી શરુ કરી છે.

(7:21 pm IST)