દેશ-વિદેશ
News of Wednesday, 28th July 2021

ઇરાકમાં અમેરિકાના તમામ યુદ્ધમિશનો આ વર્ષના અંત સુધીમાં બંધ કરવાની જાહેરાત

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેન દ્વારા ઇરાકમાં અમેરિકાના તમામ યુદ્ધમિશનો વર્ષના અંત સુધીમાં બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હોવાનું માલુમ પડી હર્યું છે કે વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઇરાક સાથે અમેરિકાના સંબંધો હવે એક નવા યુગમાં પ્રવેશ કરશે તેમજ ઇસ્લામિક સ્ટેટનો ફરી ઉદય અને તેના દ્વારા કરવામાં આવી રહેલી આતંકી ગતિવિધિઓ તેમજ બાળગાડમાં ઇરાનના વધેલા પ્રભાવને ધ્યાનમાં રાખીને અમેરિકાનું આર્મી ઇરાકની સેનાને જૈજી સામે લડવાની તાલીમ તેમજ સહાય કરવાનું ચાલુ રાખશે. ઇરાકમાં અમેરિકાના હજુ 2500થી વધુ સૈનિકો હોવાનું માલુમ પડી રહ્યું છે જે આતંકવાદ સામે લાડવા ઇરાકના દળોને તાલીમ આપી રહ્યા છે સૈનિકોને પાછા બોલાવી લેવામાં આવશે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી હોવાનું જાણવામાં આવી રહ્યું છે. 

(5:46 pm IST)