દેશ-વિદેશ
News of Friday, 28th August 2020

પાકિસ્તાનના અનેક શહેરમાં પડી રહેલ વરસાદના કારણોસર પૂરની પરિસ્થિતિ સર્જાઈ:90 લોકોના એક સાથે મૃત્યુ

નવી દિલ્હી: પાકિસ્તાનમાં અનેક શહેરો પૂરથી અસરગ્રસ્ત થયા છે. સૌથી વધુ અસર સિંઘ પ્રાંતમાં થઇ છે. અહીં હેલિકોપ્ટરથી ૨૦૦ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા દિવસથી વરસી રહેલા વરસાદને પગલે ૯૦ લોકોનાં મોત નિપજ્યા છે. પાકિસ્તાનમાં બલૂચિસ્તાન, પંજાબ અને ખૈબર પખ્તૂનખ્વામાં ભારે વરસાદને પગલે મુશ્કેલી સર્જાઈ છે. કરાંચીમાં અનેક રસ્તાઓ પાણીમાં ડૂબી ચૂક્યા છે. પૂરને પગલે સૌથી વધુ ૩૧ મોત સિંઘ પ્રાંતમાં નોંધાયા છે. ખૈબર પખ્તૂનખ્વામાં પણ ૩૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. બલૂચિસ્તાનમાં ૧૫, ઉતરી વિસ્તારમાં ૧૩ અને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં લોકોનાં મોત નિપજ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કરાંચી સહિત પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અભિયાન ચલાવવામાં આવ્યું છેકરાંચીમાં નિચલા વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં ,૨૪૫ લોકોને સુરક્ષિત વિસ્તારોમાંથી ખસેડવામાં આવ્યા છે. અફઘાનિસ્તાનમાં પણ ભારે વરસાદને પગલે ૭૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. અનેક જગ્યાએ મકાનો પણ દુર્ઘટનાગ્રસ્ત બન્યા છે. કાટમાળ હેઠળ ફસાયેલા બાળકો અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

(4:57 pm IST)