દેશ-વિદેશ
News of Friday, 28th August 2020

ફ્રાંસના અચાનક વધવા લાગ્યું કોરોનાનું સંક્ર્મણ:24 કલાકમાં સામે આવ્યા 5429 કેસ

નવી દિલ્હી: દુનિયામાં કોરોના વાયરસ સંક્રમીતોની સંખ્યા વધીને 2.43 કરોડને પાર થઇ ગઇ છે જ્યારે મૃતકઆંક 8.30 લાખથી વધુ છે. તેની વચ્ચે ફ્રાંસમાં સંક્રમણના કેસોમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. ત્યાં માત્ર 24 કલાકમાં 5429 નવા કેસ નોંધાયા છે જ્યારે લેટિન અમેરિકા દેશોમાં મોતના આંકડા સતત વધી રહ્યા છે.

ફ્રાંસીસ સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર જ્યાં બીજી વાર લોકડાઉન હટાવામાં આવ્યો ત્યાં નવા કેસોમાં ઝડપી વધારો થઇ રહ્યો છે. સિવાય કેટલાક એવા ક્ષેત્ર પણ સામે આવ્યા છે હજુ પણ દેશમાં વધુ જોખમવાળા કેન્દ્ર બનેલા છે. મંત્રાલયએ જણાવ્યું કે એપ્રિલ બાદ કેટલાક વિસ્તારોમાં કેસો ઝડપથી વધ્યા છે અને જરુરત પડશે તો ફરી લોકડાઉન લગાવવામાં આવશે રીતે લેટિન અમેરિકી દેશોમાં સંક્રમણ હજુ પણ ઓછુ થયું નથી. અમેરિકામાં 60.1 લાખ સંક્રમીતોની વચ્ચે 1.83 લાખથી વધુના મોત થઇ ચૂક્યા છે. ત્યાં બ્રાઝીલમાં 37.22 કેસો છે જેમાં 1.10 લાખથી વધુ લોકોના મોત થઇ ગયા છે.

(4:58 pm IST)