દેશ-વિદેશ
News of Friday, 28th August 2020

હે ભગવાન......આ પાકિસ્તાનીએ કુતરા,બિલાડાની જગ્યાએ જિરાફને પાળ્યું

નવી દિલ્હી: કૂતરો પાળો, બિલાડી પાળો કે પિંજરામાંપોપટ યા લવ બર્ડ પાળો ત્યાં સુધીની વાત સમજાય. પરંતુ પાકિસ્તાનના કરાચી શહેરમાં એક વ્યક્તિએ પોતાના ઘરમાં જિરાફ પાળ્યું હતું. તાજેતરમાં જિરાફની એક વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર વાઇરલ થઇ હતી.

             નોર્બર્ટ આલ્મેડા નામની વ્યક્તિએ વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર મૂકી હતી. જોઇને સોશ્યલ મિડિયા પર અનેક યુઝર્સે નારાજી વ્યક્ત કરી હતી. કિસ્સો હવે સિંધ વાઇલ્ડ લાઇફ ડિપાર્ટમેન્ટના કન્ઝર્વેટર સુધી પહોંચ્યો હતો. જો કે વિડિયો ક્લીપ દ્વારા વાતનો ખ્યાલ આવતો નથી કે જિરાફનો માલિક કોણ છે, કોણે એને પાળ્યું છેફક્ત એટલું દેખાય છે કે પોતાની અસાધારણ ઊંચાઇના કારણે જિરાફ પોતાના ઘરની દિવાલની બહાર ડોકિયાં કરી રહ્યું હતું.

(4:59 pm IST)