દેશ-વિદેશ
News of Friday, 28th August 2020

ફિલિપાઇન્સે ચીનને આપી ચેતવણી:દક્ષિણી સમુદ્રમાં હુમલો કરશે તો બોલાવશે અમેરિકાની સેનાને

નવી દિલ્હી: ફિલીપાઈન્સે ચીનને ચેતવણી આપી છે કે જો તેમણે દક્ષિણ ચીન સમુદ્રમમાં તેના નૈસેનાના જહાજો પર હુમલો કર્યો તો તેઓ અમેરિકાની સેનાને બોલાવવા માટે બાધ્ય થઈ જશે. ફિલીપાઈન્સના વિદેશ મંત્રી ટેઆડોરો લોકસિને બુધવારે જણાવ્યું કે, જો ચીને હુમલો કર્યો તો તેઓ અમેરિકાની સાથેનો તેમનો રક્ષા કરાર લાગુ કરી દેશે. અગાઉ ફિલીપાઈન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો ડુટેર્ટે જણાવ્યું હતું કે તેમની સરકાર અમેરિકાની મદદ નહીં માગે.

            જણાવવામાં આવી રહ્યું છે કે, ફિલીપાઈન્સ અને ચીનની વચ્ચે સાઉથ ચાઈના સીમાં વધી રહેલા તણાવ બાદ મનીલાએ પેઈચિંગને ચેતવણી આપી છે. વિદેશ મંત્રીએ જણાવ્યું કે, ચીનની ચેતવણી બાદ ફિલીપાઈન્સની વાયુસેના સાઉથ ચાઈના પર ચક્કર મારતી રહેશેલોકસિને જણાવ્યું કે, હું કાર્યવાહીને ગેરકાયદે ગણાવું છું, તમે તેમના મગજ બદલી શકતા નથી તેઓ પહેલા કોર્ટમાં હારી ચૂકયા છે.

(5:00 pm IST)