દેશ-વિદેશ
News of Friday, 28th August 2020

પુરુષોની તુલનામાં મહિલાઓને કોરોનાના ગંભીર લક્ષણોનું જોખમ ઓછું:વૈજ્ઞાનિકોનું રસપ્રદ સંશોધન

નવી દિલ્હી: વિજ્ઞાનીઓએ કોરોના સંક્રમણ અંગે એક રસપ્રદ અભ્યાસ કર્યો છે જેમાં જણાયું છે કે પુરૂષોની તુલનાએ સ્ત્રીઓમાં કોરોનાના ગંભીર લક્ષણોનું જોખમ ઓછું હોવા અંગે નક્કર કારણ મળી ગયું છે.

                        અમેરિકાના વેક ફોરેસ્ટ બેપ્ટિસ્ટ મેડિકલ સેન્ટરના સંશોધકોના મતે મહિલાઓમાં રહેલા એસ્ટ્રોજેન હોરમોનને ટાંકીને જણાવ્યું કે હોરમોન હ્રદયમાં એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝઆઈમનું (ACE2) સ્તર ઘટાડે છે. એટલા માટે મહિલાઓમાં કોરોનાના ગંભીર લક્ષણો મળવાનું જોખમ ઓછું રહે છે. કરન્ટ હાયપરટેન્શન રિપોર્ટ નામના જર્નલમાં પ્રકટ થયેલા અભ્યાસમાં ચોક્કસ જાતિને સંલગ્ન ખાસ કરીને એસ્ટ્રોજેન અંગેના પ્રીક્લિનકલ ડેટા રજૂ કરાયા છે.

(5:01 pm IST)