દેશ-વિદેશ
News of Friday, 28th August 2020

ઇઝરાયલ-યૂએઇના ઇતિહાસમાં 31 ઓગસ્ટનો દિવસ બનશે ખુબજ ખાસ

નવી દિલ્હી: ઇઝરાયલ અને યૂએઇના ઇતિહાસમાં 31 ઓગસ્ટનો દિવસ ખુબજ ખાસ રહેવાનો છે આવું એટલા માટે થશે કારણ કે આજ દિવસે પ્રથમવાર ઇઝરાયલનું કોઈ કોમર્શિયલ વિમાન સંયુક્ત અરબ અમીરાતની રાજધાની અબુધાબીમાં જમીન પર ઉતરશે

      વધુમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઇઝરાયલે ખુબજ ખાસ થનાર યાત્રા માટે વિશેષ નામોને અંતિમ રૂપ આપી દીધું છે સોમવારના રોજ અબુધાબીમાં વિમાન મોકલવામાં આવશે જેમાં કોઈ ખાસ મહેમાન હશે.

(5:01 pm IST)