દેશ-વિદેશ
News of Tuesday, 28th September 2021

પોલ્યુશન ઈફેક્ટના કારણોસર રશિયામાં શ્વાનનો કલર થઇ ગયો ભૂરો

નવી દિલ્હી: તમે ક્યારેય રંગીન શ્વાન જોયા છે ? તમે કહેશો હાં ભારતમાં હોળી ધૂટેળી બાદ અમે ઘણા શ્વાનને રંગમાં રંગાયેલા જોયા છે. પરંતુ એક જગ્યા એવી છે જ્યાં હોળી નથી રમાતી તેમ છતા ત્યાંના ડોગ્સનો કલર બદલાઇ ગયો છે. આ શ્વાન અચાનક જ ભૂરા રંગમાં ફેરવાઇ ગયા છે. ખરેખર ઘટના કઇંક આમ છે કે રશિયા ઝેકઝિંક્સ નામના શહેરમાં શ્વાનના રંગ અચાનક જ ભૂરા થઇ ગયા છે. તમને જણાવી દઇએ કે કેટલાક વર્ષો પહેલા ભારતમાં પણ આ પ્રકારની એક ઘટના જોવા મળી હતી. રશિયાના એક સરકારી મીડિયા સંસ્થાન રિયા નોવોસ્તીની એક રિપોર્ટ મુજબ શ્વાન પર આ ભૂરો રંગ નુક્સાનકારક રસાયણોને કારણે ચઢ્યો છે. એક ખાલી પડેલા કેમિકલ પ્લાન્ટની આસપાસ રહેતા આ ડોગીઓ પોતનો રંગ બદલી રહ્યા છે. આ વાતને લઇને જાનવરો માટે કામ કરનાર કેટલીક સંસ્થાઓ પણ અવાજ ઉઠાવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કેમિકલ પ્લાન્ટમાં પહેલા પ્લેક્સીગ્લાસ અને હાઇડ્રોસાઇનિક એસિડનું ઉત્પાદન કરવામાં આવતુ હતુ. જેના કારણે પાણીમાં હાઇડ્રોજન સાઇનાઇડ ભળી ગયુ છે. આ ખૂબ જ ઝેરી રસાયણ છે જે કેટલાક પ્રકારના ઘાટક પોલીમર્સને વધારવાનું કામ કરે છે. વૈજ્ઞાનિકોનું માનવુ છે કે આ શ્વાન પર જે કેમિકલના કારણે રંગ ચઢ્યો છે તે કોપર સલ્ફેટ છે. આ કેમિકલનો ઉપયોગ ઘણી બધી ઔદ્યોગિક જરૂરિયાતોને પૂર્ણ કરવામાં થાય છે.

 

(7:06 pm IST)