દેશ-વિદેશ
News of Tuesday, 29th June 2021

ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયાએ ટૂંક સમયમાં અમેરિકી કંપની મોર્ડર્નની વેક્સિનને મંજૂરી આપી હોવાની માહિતી

નવી દિલ્હી: ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઈન્ડીયા ટુંક સમયમાં અમેરિકી કંપની 'મોર્ડના'ની વેકસીનને ભારતમાં આયાતની મંજુરી આપી છે. ભારતીય ફાર્મા કંપની 'સીપ્લા'માં વેકસીન આયાત કરશે અને દેશમાં વેચાણ કરશે. ભારતમાં 100 કરોડ આસપાસના લોકોને વેકસીન આપવાનો ટાર્ગેટ છે જેમાં ટુંક સમયમાં 2 વર્ષથી વધુ વયના બાળકોનો પણ સમાવેશ થવાનો છે. હાલની વેકસીનના બાળકો પર પરીક્ષણ થઈ શકે છે અને તેમાં સફળતાની આશા છે પણ દેશમાં વેકસીન ઉત્પાદન ધીમું હોવાની સમગ્ર વેકસીનેશન કાર્યક્રમને અસર થઈ રહી છે. મોર્ડનાની વેકસીન હાલની તમામ વેકસીનથી તે અલગ છે તે આર.એન.એ. ટેકનોલોજી આધારીત છે. જે શરીરના કોષોને કોરોનાના સંક્રમણ સામે કામ લેવા માટે તૈયાર કરી છે અને તે 90% કારગર નીવડી છે અને તેથી ભારતમાં તેની આયાતને મંજુરી મળે તેવી ધારણા છે.

(6:17 pm IST)