દેશ-વિદેશ
News of Tuesday, 29th June 2021

બ્રાઇલમાં 18 વર્ષીય પરિણીતાનું લગ્નના પ્રથમ જ દિવસે મોટ નિપજતા અરેરાટી મચી જવા પામી

નવી દિલ્હી: બ્રાઝીલમાં એક પરણેલી 18 વર્ષની યુવતીનુ સુહાગરાત દરમિયાન મોત થઈ ગયુ. મહિલા પોતાના પતિ સાથે હતી. આ દરમિયાન તેને હાર્ટ એટેક આવી ગયો. પોલીસનુ કહેવુ છે કે મહિલા પોતાના પતિ (29) સાથે સેક્સ કરી રહી હતી. આ દરમિયાન તેની તબિયત ખરાબ થવા માંડી અને તે બેહોશ થઈને પડી ગઈ. આ ઘટના બ્રાઝીલના ઈબ્રિટ શહેરની છે. 'ધ સન'ની રિપોર્ટ મુજબ પત્નીની તબિયત બગડતા પતિ મદદ માટે પડોશીઓ પાસે ગયો અને પત્નીને હોસ્પિટલ લઈ જવા માટે ટેક્સી બુક કરી. જો કે ટેક્સી ચલકે આ કપલને હોસ્પિટલ લઈ જવાની ના પાડી દીધી. આ કપલ કોણ છે તે હજુ સુધી જાણ થઈ શકી નથી. પછી યુવતીના પતિએ બીજી ટેક્સી બુક કરી. બીજા ટેક્સી ચાલકે પણ હોસ્પિટલ જવાનુ એ કહીને ના કહી દીધુ કે આ માટે ઈમરજેંસી સર્વિસ બોલાવવી જોઈએ. પીડિત યુવતીને હોસ્પિટલ લઈ જવા માટે જ્યારે મેડિકલ સર્વિસ પહોંચી તો તેને જોયુ કે યુવતીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ડોક્ટરોએ તપાસ કરીને જાણ્યુ કે એ યુવતીને હાર્ટ એટેક આવ્યો છે. રિપોર્ટ મુજબ તેને જયારે હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી ત્યારે તેને રસ્તામાં દમ તોડ્યો.

(6:18 pm IST)